Translate

Translate

Friday, March 4, 2016

પરોઢીયે પંખી જાગીને...

પરોઢીયે પંખી જાગીને...
પરોઢિયે પંખી જાગીને,ગાતા મીઠા તારા ગાન;
પરોઢીયે મંદીર મસ્જીદમાં, ધરતા લોકો તારું ધ્યાન.
તું ધરતીમા તું છે નભમાં, સાગર માંહે વસે છે તું;
ચાંદા સુરજ માંહે તું છે, ફુલોમાં હસે છે તું.
હરતા,ફરતાં કે નીંદરમાં, રાત દિવસને સાંજ, સવાર;
તારો અમને સાથ સદાયે, તુ છે સૌનો રક્ષણહાર.
દેવ બનાવી દુનીયા છે તે,તારો છે સૌને આધાર;
તું છે સૌનો, સૌ તારા છે, નમીએ તુજને વારંવાર.
નમીએ તુજને વારંવાર...

ગુજરાતી શાળાના પહેલા કે બીજા ધોરણની આ પહેલી કવિતા.. પુસ્તકમાં કવિતાની બાજુમાં કલરવ કરતા પક્ષી, મંદિરનું શિખર અને મસ્જીદનો ગુંબજ.. અને ઈશ્વરને પ્રણામ કરતો બાળકનું ચિત્ર હતુ. પાઠ્યપુસ્તકનું એ પાનું હ્રદયમાં કોતરાઈ થઈ ગયું છે..

મારા જીવનમાં ભણેલી અને ગાયેલી આ પહેલી કવિતા..
વહેલી સવારના સાત્વિક વાતાવરણ ના વર્ણનની સાથે મંદિરના ભગવાન અને મસ્જિદના અલ્લાહ એ ખરેખર તો આ જગતનો, મારો તમારો અને સૌનો સર્જક છે એ સહું નો છે.. અને આપણે સહું એના છીએ.. ઈશ્વર તત્વની ઉત્તમ સમજ કવિએ આપી...

જીવનના પરોઢીયે શીખેલી આ કવિતાનું ભાવવિશ્વ જીવનની સાંજ સુધી ટકી રહે.. અને આયખાની અંતિમ સવારે પણ આજ ભાવ હ્રદયમાં પ્રગટે તો કેવું સારૂ..


ધર્મેન્દ્રસિંહ રણા.. ના સુપ્રભાત....

2 comments:

Jwalant said...
This comment has been removed by the author.
Jwalant said...

કેવો યોગાનુયોગ!!
પહેલા ધોરણમાં વાંચેલી આ કવિતાની પ્રથમ બે લીટી આજ સુધી યાદ હતી. ઘણીવાર આખી કવિતા વાંચવાનું મન થતું, પણ શોધવી ક્યાં?! અને રોજિંદા કામકાજમાં કવિતા શોધવાનું તો સ્વાભાવિકપણે ભૂલાઈ જ જાય... પણ આજે બરાબર યાદ રાખીને સર્ચ કર્યું, તો આ પેજ મળ્યું.
ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ રાણાની જે અનુભૂતિ છે, એ જ મારી છે.
ખૂબ ખૂબ આભાર રાણાસાહેબ
પહેલા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકની આ પહેલી કવિતા...